ચુંટણીનિમિત્તે એક તમારા મત ને ખાતર ! ! એક તમારા મત ને ખાતર ખોટો ના ચૂંટાય તે જો જો . એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય તે જો જો . એક તમારા મતમાં અસલી જતુંનાશક દવા ભરી છે ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય તે જો જો . એક તમારા મૂંગા મતને કારણ મહાભારત સર્જાયું મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય તે જો જો . એક તમાર મતની કિંમત નથી જાણતા તો જાણી લ્યો , સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય તે જો જો . એક તમારા મતથી ખાટું મોળું શું થાશે જાણો છો ? એક ટીંપાથી આખ્ખે આખ્ખું દૂધ ન ફાટી જાય તે જો જો . એક તમારા મતથી ધાર્યું નિશાન વીંધી નાંખો છો પણ , એજ તમારી ઓળખનો અંગુઠો ના છીનવાય તે જો જો . એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું ? રાહ જુઓ પણ ધોળે દાડે તારા ના દેખાય તે જો જો . એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય તે જો જો ... Red FM no written by કૃષ્ણ દવે ! !

RedRaas

ચુંટણીનિમિત્તે એક તમારા મત ને ખાતર ! ! એક તમારા મત ને ખાતર ખોટો ના ચૂંટાય તે જો જો . એક તમારા મતને ખાતર સાચો ના રહી જાય તે જો જો . એક તમારા મતમાં અસલી જતુંનાશક દવા ભરી છે ઝીણા ઝેરી જંતુઓથી સંસદ ના ઉભરાય તે જો જો . એક તમારા મૂંગા મતને કારણ મહાભારત સર્જાયું મહાન આ ભારતનો પાછો ચહેરો ના ખરડાય તે જો જો . એક તમાર મતની કિંમત નથી જાણતા તો જાણી લ્યો , સોનાની વસ્તુ છે એ લોઢામાં ના ખર્ચાય તે જો જો . એક તમારા મતથી ખાટું મોળું શું થાશે જાણો છો ? એક ટીંપાથી આખ્ખે આખ્ખું દૂધ ન ફાટી જાય તે જો જો . એક તમારા મતથી ધાર્યું નિશાન વીંધી નાંખો છો પણ , એજ તમારી ઓળખનો અંગુઠો ના છીનવાય તે જો જો . એક તમારો મત મેળવવા કહેશે તારા તોડી લાવું ? રાહ જુઓ પણ ધોળે દાડે તારા ના દેખાય તે જો જો . એક તમારા મતની પળને સમજીને સાચવજો અથવા પાંચ વરસ માટે છાતીમાં ડૂમો ના અટવાય તે જો જો ... Red FM no #RedRaas written by કૃષ્ણ દવે ! !

Let's Connect

sm2p0