રેલવેએ કેટલીક ટ્રેનોને પ્રસિદ્ધ સાહિત્યકૃતિઓનું નામ આપવાની વિચારણા હાથ ધરી છે......
એ પછી રેલવે સ્ટેશન પર કેવી એનાઉન્સમેન્ટસ સાંભળવા મળશે ? કે અખબારોમાં કેવી હેડલાઇન્સ આવશે ?
- ગુજરાતનો નાથ આજે બે કલાક લેટ છે
-પાટણની પ્રભૂતા આજે સોમનાથ સુધી નહીં જાય...
-સરસ્વતી ચંદ્રને મહેમદાવાદનું સ્ટોપેજ અપાયું
-ભારે વરસાદને કારણે ભદ્રંભદ્ર આજે નહીં દોડે
-માનવીની ભવાઇ હવે સપ્તાહે એકવારને બદલે રોજેરોજ
-અસૂર્યલોકમાં થર્ડ ક્લાસના બે ડબ્બા વધારે જોડાશે
-પ્લેટફોર્મ નંબર એક પર આવનારી અમૃતા હવે પ્લેટફોર્મ નંબર છ પર આવશે
-મોજ ગઠરિયાંમાં હવે કેટરિંગ સેવાઓ પણ ઉપલબ્ધ
-ગ્રામલક્ષ્મી આજથી લોકલને બદલે એક્સપ્રેસ તરીકે દોડશે
-આશકા માંડલમાં દિવાળી સુધી રિઝર્વેશન ફૂલ...નો રૂમ થઇ ગઇ
-ઝેર તો પીધાં જાણી જાણીમાં પાણીની બૂમ
WhatsappFwd