સાવધાન, દરિયો છેક અમદાવાદ સુધી આવી રહ્યો છે, અમદાવાદ શહેરમાં પહેલી વાર દરિયો આવી રહ્યો છે, માત્ર દરિયો જ નહિ, એક આખું વહાણ પણ આજે રાત્રે અમદાવાદમાં પ્રવેશ કરવાનું છે. એ જોવા અને અનુભવવા માટે તમારે "સમુદ્રમંથન"ની ટિકિટ લઈને નાટ્યગૃહમાં પ્રવેશ કરવો પડશે. વાત થઇ રહી છે દેવકી અને અદિતિ દેસાઈના આજે અમદાવાદમાં રજૂ થનારા નાટક "સમુદ્રમંથન"ની. (ગુજરાત કને ભારતનો સૌથી લાંબો 1600 Km દરિયા કિનારો છે, પણ ગુજરાતી દરિયાઈ સાહિત્ય ખાબોચિયા જેટલું છે, ભલું થજો, ગુણવંતરાય આચાર્યનું કે તેમણે ગુજરાતને થોડોક દરિયો દેખાડ્યો.) દેવકી અને અદિતીબહેન, મા-દીકરીની આપણી પાસે એક એવી જોડી છે કે ઘણી વાર એવો વિચાર આવે કે તેમનામાં પ્રતિભા વધારે છે કે પ્રતિબધ્ધતા ?? નવું, કરવું, જુદું કરવું, નક્કર કરવું તેમાં બંને માહેર. પડકારો ઝીલે અને નાથે, આજે તેમનું જે નાટક રજૂ થવાનું છે તેમાં એકથી એક ચડિયાતા અનેક પડકારો હતા, જે આજે "વાહ.. ક્યા બાત હૈ" બનીને મંચ પર રજૂ થવાના છે. ખારવા સમાજને રજૂ કરતા આ નાટકનું કથાબીજ દેવકીનું છે અને દિગ્દર્શન ખ્યાતનામ-નીવડેલાં દિગ્દર્શિકા અદિતિ દેસાઈનું છે. આ નાટક ભજવાશે એક વહાણ પર. નાટક માટે મંચ પર વહાણનો આખો સેટ ઊભો કરાયો છે. ભલે અદિતિબહેન અનેક પડકારો ઝીલીને નાટ્યપ્રવૃત્તિનું રણમાં વહાણ ચલાવતાં હોય, પણ અહી તો દરિયામાં ચાલતું વહાણ છે એટલે પ્રેક્ષકોને દરિયાનો અનુભવ પણ થશે. અકૂપાર દ્વારા મંચ પર સાસણ ગીર ઊભું કરનારાં દિગ્દર્શિકા હવે આખો દરિયો મંચ પર લાવી રહ્યાં છે. ના, માત્ર દરિયો નથી, ખારવા સમાજની સંસ્કૃતિ છે, વળી, આ સંગીતમય નાટ્યપ્રસ્તૃતિમાં 6 તો ગીતો છે.. જસવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આ નાટક ખરેખર સમાજકર્મી જસવંત ઠાકરને મોટી શ્રદ્ધાંજલિ છે. સૌથી મહત્વની એક વાત, ગુજરાત બધું નવું નવું શીખે છે તો તેણે નાટક જોતાં પણ શીખવાનું છે...ગુદગુદી કરાવતા, એરકન્ડીશન્ડ હોલમાં ભજવાતાં કન્ડીશન્ડ નાટકો જોવાની ના નથી પણ ખરેખર જેને નાટક કહી શકાય તેવાં આવાં નાટકો આપણે આપણી ફરજે નહિ, ગરજે જોવાં જોઈએ. ખાસ તો આપણે આપણાં સંતાનોને આવાં નાટકો અચૂક બતાવવાં જોઈએ તેથી મનોરંજનના નામે તેના પર જે કોલાહલ ત્રાટકયો છે તેમાં એક નવો, સૂરીલો, મધુર અને શુભ અનુભવ ઉમેરાય અને તેઓ આપણી સંસ્કૃતિથી પરિચિત પણ થાય, આટલા સરસ અને ગહન નાટકના સર્જન માટે ગુજરાતની લાડકી દેવકી અને આદરણીય અદિતીબહેનને કાળા સમુદ્ર સિવાયના દુનિયાના તમામ દરિયા ભરીને અભિનંદન અને સમુદ્રમંથન નાટક અહી અને દરિયાપાર ખૂબ સફળતા મેળવે તેવી શુભકામના.

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

RJ Devaki, Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

સાવધાન, દરિયો છેક અમદાવાદ સુધી આવી રહ્યો છે,

અમદાવાદ શહેરમાં પહેલી વાર દરિયો આવી રહ્યો છે,
માત્ર દરિયો જ નહિ, એક આખું વહાણ પણ આજે રાત્રે અમદાવાદમાં પ્રવેશ કરવાનું છે.

એ જોવા અને અનુભવવા માટે તમારે "સમુદ્રમંથન"ની ટિકિટ લઈને નાટ્યગૃહમાં પ્રવેશ કરવો પડશે.
વાત થઇ રહી છે દેવકી અને અદિતિ દેસાઈના આજે અમદાવાદમાં રજૂ થનારા નાટક "સમુદ્રમંથન"ની.
(ગુજરાત કને ભારતનો સૌથી લાંબો 1600 Km દરિયા કિનારો છે, પણ ગુજરાતી દરિયાઈ સાહિત્ય ખાબોચિયા જેટલું છે, ભલું થજો, ગુણવંતરાય આચાર્યનું કે તેમણે ગુજરાતને થોડોક દરિયો દેખાડ્યો.)
દેવકી અને અદિતીબહેન, મા-દીકરીની આપણી પાસે એક એવી જોડી છે કે ઘણી વાર એવો વિચાર આવે કે તેમનામાં
પ્રતિભા વધારે છે કે પ્રતિબધ્ધતા ?? નવું, કરવું, જુદું કરવું, નક્કર કરવું તેમાં બંને માહેર. પડકારો ઝીલે અને નાથે, આજે તેમનું જે નાટક રજૂ થવાનું છે તેમાં એકથી એક ચડિયાતા અનેક પડકારો હતા, જે આજે "વાહ.. ક્યા બાત હૈ" બનીને મંચ પર રજૂ થવાના છે.
ખારવા સમાજને રજૂ કરતા આ નાટકનું કથાબીજ દેવકીનું છે અને દિગ્દર્શન ખ્યાતનામ-નીવડેલાં દિગ્દર્શિકા અદિતિ દેસાઈનું છે. આ નાટક ભજવાશે એક વહાણ પર. નાટક માટે મંચ પર વહાણનો આખો સેટ ઊભો કરાયો છે. ભલે અદિતિબહેન અનેક પડકારો ઝીલીને નાટ્યપ્રવૃત્તિનું રણમાં વહાણ ચલાવતાં હોય, પણ અહી તો દરિયામાં ચાલતું વહાણ છે એટલે પ્રેક્ષકોને દરિયાનો અનુભવ પણ થશે.
અકૂપાર દ્વારા મંચ પર સાસણ ગીર ઊભું કરનારાં દિગ્દર્શિકા હવે આખો દરિયો મંચ પર લાવી રહ્યાં છે. ના, માત્ર દરિયો નથી, ખારવા સમાજની સંસ્કૃતિ
છે, વળી, આ સંગીતમય નાટ્યપ્રસ્તૃતિમાં 6 તો ગીતો છે..
જસવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આ નાટક ખરેખર સમાજકર્મી જસવંત ઠાકરને મોટી શ્રદ્ધાંજલિ છે.
સૌથી મહત્વની એક વાત, ગુજરાત બધું નવું નવું શીખે છે તો તેણે નાટક જોતાં પણ શીખવાનું છે...ગુદગુદી કરાવતા, એરકન્ડીશન્ડ હોલમાં ભજવાતાં
કન્ડીશન્ડ નાટકો જોવાની ના નથી પણ ખરેખર જેને નાટક કહી શકાય તેવાં આવાં નાટકો આપણે આપણી ફરજે નહિ, ગરજે જોવાં જોઈએ. ખાસ તો આપણે આપણાં સંતાનોને આવાં નાટકો અચૂક બતાવવાં જોઈએ તેથી મનોરંજનના નામે તેના પર જે કોલાહલ ત્રાટકયો છે તેમાં એક નવો, સૂરીલો, મધુર અને શુભ અનુભવ ઉમેરાય અને તેઓ આપણી સંસ્કૃતિથી પરિચિત પણ થાય,
આટલા સરસ અને ગહન નાટકના સર્જન માટે ગુજરાતની લાડકી દેવકી અને આદરણીય અદિતીબહેનને કાળા સમુદ્ર સિવાયના દુનિયાના તમામ
દરિયા ભરીને અભિનંદન અને સમુદ્રમંથન નાટક અહી અને દરિયાપાર ખૂબ સફળતા મેળવે તેવી શુભકામના.

સાવધાન, દરિયો છેક અમદાવાદ સુધી આવી રહ્યો છે, અમદાવાદ શહેરમાં પહેલી વાર દરિયો આવી રહ્યો છે, માત્ર દરિયો જ નહિ, એક આખું વહાણ પણ આજે રાત્રે અમદાવાદમાં પ્રવેશ કરવાનું છે. એ જોવા અને અનુભવવા માટે તમારે "સમુદ્રમંથન"ની ટિકિટ લઈને નાટ્યગૃહમાં પ્રવેશ કરવો પડશે. વાત થઇ રહી છે દેવકી અને અદિતિ દેસાઈના આજે અમદાવાદમાં રજૂ થનારા નાટક "સમુદ્રમંથન"ની. (ગુજરાત કને ભારતનો સૌથી લાંબો 1600 Km દરિયા કિનારો છે, પણ ગુજરાતી દરિયાઈ સાહિત્ય ખાબોચિયા જેટલું છે, ભલું થજો, ગુણવંતરાય આચાર્યનું કે તેમણે ગુજરાતને થોડોક દરિયો દેખાડ્યો.) દેવકી અને અદિતીબહેન, મા-દીકરીની આપણી પાસે એક એવી જોડી છે કે ઘણી વાર એવો વિચાર આવે કે તેમનામાં પ્રતિભા વધારે છે કે પ્રતિબધ્ધતા ?? નવું, કરવું, જુદું કરવું, નક્કર કરવું તેમાં બંને માહેર. પડકારો ઝીલે અને નાથે, આજે તેમનું જે નાટક રજૂ થવાનું છે તેમાં એકથી એક ચડિયાતા અનેક પડકારો હતા, જે આજે "વાહ.. ક્યા બાત હૈ" બનીને મંચ પર રજૂ થવાના છે. ખારવા સમાજને રજૂ કરતા આ નાટકનું કથાબીજ દેવકીનું છે અને દિગ્દર્શન ખ્યાતનામ-નીવડેલાં દિગ્દર્શિકા અદિતિ દેસાઈનું છે. આ નાટક ભજવાશે એક વહાણ પર. નાટક માટે મંચ પર વહાણનો આખો સેટ ઊભો કરાયો છે. ભલે અદિતિબહેન અનેક પડકારો ઝીલીને નાટ્યપ્રવૃત્તિનું રણમાં વહાણ ચલાવતાં હોય, પણ અહી તો દરિયામાં ચાલતું વહાણ છે એટલે પ્રેક્ષકોને દરિયાનો અનુભવ પણ થશે. અકૂપાર દ્વારા મંચ પર સાસણ ગીર ઊભું કરનારાં દિગ્દર્શિકા હવે આખો દરિયો મંચ પર લાવી રહ્યાં છે. ના, માત્ર દરિયો નથી, ખારવા સમાજની સંસ્કૃતિ છે, વળી, આ સંગીતમય નાટ્યપ્રસ્તૃતિમાં 6 તો ગીતો છે.. જસવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આ નાટક ખરેખર સમાજકર્મી જસવંત ઠાકરને મોટી શ્રદ્ધાંજલિ છે. સૌથી મહત્વની એક વાત, ગુજરાત બધું નવું નવું શીખે છે તો તેણે નાટક જોતાં પણ શીખવાનું છે...ગુદગુદી કરાવતા, એરકન્ડીશન્ડ હોલમાં ભજવાતાં કન્ડીશન્ડ નાટકો જોવાની ના નથી પણ ખરેખર જેને નાટક કહી શકાય તેવાં આવાં નાટકો આપણે આપણી ફરજે નહિ, ગરજે જોવાં જોઈએ. ખાસ તો આપણે આપણાં સંતાનોને આવાં નાટકો અચૂક બતાવવાં જોઈએ તેથી મનોરંજનના નામે તેના પર જે કોલાહલ ત્રાટકયો છે તેમાં એક નવો, સૂરીલો, મધુર અને શુભ અનુભવ ઉમેરાય અને તેઓ આપણી સંસ્કૃતિથી પરિચિત પણ થાય, આટલા સરસ અને ગહન નાટકના સર્જન માટે ગુજરાતની લાડકી દેવકી અને આદરણીય અદિતીબહેનને કાળા સમુદ્ર સિવાયના દુનિયાના તમામ દરિયા ભરીને અભિનંદન અને સમુદ્રમંથન નાટક અહી અને દરિયાપાર ખૂબ સફળતા મેળવે તેવી શુભકામના.

Let's Connect

sm2p0