Posted @withregram • @jayvasavada.jv *પ્રેમ: રંગ અને જંગનો જલસો*
પુરૂષને સ્ત્રી ઢીંગલી જેવી જોવી ગમે તો સ્ત્રીને પુરુષ માટે બેબીડોલ થવું ગમે ? ઘરમાં સાથે રહેવા માટે નર અને નારીએ શું ધ્યાન રાખવું ? કોને કેવી રીતે કેર થાય એ ગમે ? લવ એટ ફર્સ્ટ સાઈટ જેવું કશું હોય ? સ્ત્રીને કેવો પુરુષ ગમે ? પુરૂષને કેવી સ્ત્રી ગમે ? સંબંધોમાં છેતરાઈ જવાનું ક્યારે આવે ? પ્રેમ કોને કહેવાય ? પ્રેમ કેવી રીતે થાય ? આજની આધુનિક પેઢી કેવી છે ?
આવા સેંકડો મુદ્દાઓ નોન સ્ટોપ ચર્ચાયા સુરત ખાતે "પ્રેમરંગ પ્રેમજંગ" કાર્યક્રમમાં. હું તો આ કાર્યક્રમોમાં એક રીતે સૂત્રધાર હોઉં છું. જેમાં સાથી વક્તાઓ બદલાય અને પઠન અચાળાંક યાને કોન્સ્ટન્ટ રહે. આ વખતે તો સ્ટાર એટ્રેકશન સુરતમાં સાથે પહેલી જ વાર જોડે કાર્યક્રમ કરતી ધમાકેદાર વક્તા આરજે દેવકી. ચિક્કાર ચાહકોનો ધોધમાર પ્રેમ. સુરતની જ અભિનેત્રી તુષારિકાનો મેજિક ચાર્મ. ચપોચપ લેવાયેલા પુસ્તકો કરતાં વ્હાલી લાગે એવી સેલ્ફી માટેની ભવ્ય ભીડ.
દમામદાર દેવકીએ અવનવા મુદ્દાના કોઈ ચાંપલી ફિલોસોફી વગર જોરદાર કલેરિટી સાથે જે રિયલ પ્રેક્ટિકલ વ્યુઝ આપ્યા એ સમજવા જેવા છે. તેજસ્વી તુષારિકાએ એના સ્વીટ સ્માઈલ સાથે ખનકદાર સ્વરમાં જે વાતો વાંચી, એ ય સાંભળવા જેવી છે. ને હું તો બેઉ વચ્ચે એક લેખક તરીકે નિખાલસ ને સ્પષ્ટ વાતો કરનાર હંમેશ મુજબ, એમ આખો કાર્યક્રમ જ જોવા જેવો છે !
રાજકોટ ટી પોસ્ટમાં સુભાષભાઈ - નેહલબહેન સાથે હોળીની રંગીન રાત બાદ સુરતમાં એ માટે નિમિત્ત બન્યા ભલભલી કરોડરજ્જુ ટટ્ટાર કરીને પીઠ મજબૂત કરનાર ફીઝિયો 360 કે જેનું ઉદઘાટન પ્રવચન જ મેં કરેલું એવા ડો. મુકેશ ભટ્ટ, જીજ્ઞેશ સુરતી ને એમની ટીમ. બિંદુબહેનનું સંચાલન. સરસ સ્વાગત ને ગાડી ભરાઈ જાય સુગંધથી એવો સ્નેહ. અનેક ગમતા લોકો આવ્યા એનો આનંદ. લાઇવ યાદો તો ભૂલાશે નહિ. પણ અમારી આ જુગલબંધી આ સુરતના તસવીરકાર પરફેક્ટ ક્લિક્સ, વાયરસ તથા મનન ચોકસી ને આશિષ સિંધવ ટનાટન તસવીરો સાથે જરૂર માણો પ્લેનેટજેવી પર. ❤️
વિડિયો જોવા યુટ્યુબ ખોલી સર્ચ કરો: planetjv. અથવા અહીં ડીપી નીચે લિંક પ્ર ક્લિક કરો.
~ *જય વસાવડા* #JV #rjdevaki #devaki #speakers #jaydev