Film Review of by poet Tushar Shukla
:
ફિલ્મ જોઇને આવ્યો . મોટા શહેરમાં મકાન ખરીદવા નીકળેલા યુવાનના સપનાએ બેન્કલોન લેવા જે વિઘ્નદોડનો સામનો કરવો પડે એ વાત ફિલ્મનું વિષયવસ્તુ છે.
બહુ પાતળી કથાદોર પર ફિલ્મનો પતંગ ઉડે છે ,એમાં અભિનયનો સહકાર મળ્યો છે. વળી પ્રેક્ષક કથા વસ્તુ સાથે જોડાઇ શકેછે. કેમેરાએ locations ને સરસ ઝીલ્યા અને ગીત સંગીતે કથા પ્રવાહને ન્યાય આપ્યો છે લોકબોલીનો પ્રયોગ પણ પાત્રોચિત રહ્યો.
આ ફિલ્મને ગુજરાતી ફિલ્મના વર્તમાન પ્રવાહમાં જો ટૂંકમાં ઓળખાવવી હોય તો .. It is a clean film with freshness .
એક જુદી જ ફિલ્મ સાથે નીરવ બારોટ પોતાની ભીતર રહેલી સંભાવનાઓ તરફ ધ્યાન ખેંચે છે . જોવી ગમે એવી ફિલ્મ .. અભિનંદન 💐
ThaiJashe, થઇજશે