Full on marriage season chalu chhe.... પરણેલાઓ n wannabe grooms must read! "પત્નીથી આટલી વાતમાં ખાસ ધ્યાન રાખવું." 1. એ કારણ વગર 'ક્યુટ' બનવાની કોશિશ કરતીહોય ત્યારે સાવચેત રહેવું..! 2. તમારી પત્ની બન્ને હાથ કેડ પર મૂકીને અનિમેષ નયને તમારી સામે જોઈ રહી હોય ત્યારે બધુંજ સાચેસાચું કહી દેજો! એ સમય રોમાન્ટિક થવાનો નથી... ! 3. એ જો આંખો નચાવતા નાખતા 'તુઝે ઝમીંપે બુલાયા ગયાહૈ મેરે લીયે.' ગાતી હોય તો એણે સોંપેલું કામ બમણા ઉત્સાહ અને સ્ફૂર્તિથી કરવા માંડજો! 4. 'ઘરકામમાં મદદ'નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજીલો એટલું સારું! સ્કૂલમાં મદદ મળતી હતી, લગ્નજીવનમાં કરવાની હોય છે! 5. 'ચુપચાપ બેસો' આ વાક્ય તમને કે.જી.- નર્સરી બાદ છેક લગ્ન પછી સાંભળવા મળશે! આવું જ્યારે કહેવામાં આવે ત્યારે કોઈપણ દલીલ કર્યા વગર એ પ્રમાણે કરો.. ! 6. એ તમારી પૂછપરછ કરે અથવા તમારી પાસબુક કે ડાયરી તપાસે તો બોચિયા સ્ટુડન્ટની જેમ 'લેસન' બતાવી દેજો! 7. 'જ્યાં ન પહોચે કવિ ત્યાં પહોચે પત્ની' - આ નવી કહેવત યાદ રાખો! કોઈની પણ કલ્પના બહારનું તમારું બહાનું એ આસાની થી પકડી પાડશે માટે સાચું જ બોલવાનો નિયમ રાખો! 9. તમારા કાંસકામાંથી એના વાળનું ગૂંચળું નીકળે ત્યારે ગુસ્સે થવાને બદલે યાદ કરો કે તમે એક જમાનામાં એની ઝુલ્ફોનાં આશિક હતા અને એની ઝુલ્ફોની છાંવમાં સેવાના તમને અભરખા હતા! 10. પત્ની સાથે શોપિંગ કરવા જાવ ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન શોપિંગમાં હોવું જોઈએ, સેલ્સ ગર્લ તરફ નહિ! 11. 'ઘેર ઝઘડો ન થાય એવા અઢીસો ભીંડા અને પાચસો ગ્રામ ફ્લાવર આપ' - આવી રીતે ઓર્ડર આપવાથી શાક સસ્તું અનેસારું મળશે, ઉપરાંત વીણવાની માથાકૂટમાંથી બચી જશો! શાકવાળો પરણેલો હશે તો થોડું શાક વધારે આપશે એ નફામાં! 12. એના ડાયેટીંગ પ્લાનની કદી મજાક ઉડાવશો નહિ. પછી ભલેએ પાંચમાંથી એક રોટલી ઘી વગરની ખાવી એને જ ડાયેટીંગ ગણતી હોય. 13. પત્ની કામમાં અતિશય વ્યસ્ત હોય અને તમે તદ્દન નવરા હોવ તો પણ નવરા દેખાતા નહિ. આમાં વધુ ચોખવટની અમને જરૂર લગતી નથી! 14. થાળી પીરસવા માટે સીરીયલની વચ્ચે આવતા બ્રેકમાં જ વિનંતી કરો! દરમ્યાનમાં ટાઈમ પાસ કરવા સીરીયલોમાં રસ લેવાનું રાખો તો કંઈ ખોટું નથી. એકતાકપૂર એમાં ને એમાં જ બે પાંદડે થઇ છે! 16. ટી.વી. પર આવતા રસોઈ શોમાં જોયેલી કોઈપણ વાનગી બનાવવાની એને ફરજ પાડશો નહિ. અને ધારો કે એ કોઈ નવા જ પ્રકારની થાઈ, મેક્સિકન કે કોન્ટીનેન્ટલ વાનગી બનાવે તો એના શું વખાણ કરવાએ અગાઉથી વિચારી રાખો, કારણ કે વાનગી ખાધા પછી કંઈ સુઝશે નહિ! 17. પડોશીને ત્યાંથી આવેલી વાનગીને ભૂલે ચુકે વખાણશો નહિ! 18. કચરો વાળ્યા પછી સાવરણી કદી ઉભી મુકશો નહિ, એમ કરવાથી ઝઘડો થાય છે એવું કહેવાય છે. છેવટે 'સાવરણી ઉભી કેમ મૂકી' એ બાબતે પણ ઝઘડો થઇ શકે છે. 19. લગ્નજીવનમાં ત્યાગનું મહત્વ છે અને જે ગૃહત્યાગ કરી શકે એ સૌથી સુખી હોય છે.વિખવાદ ટાણે આ સુત્રનો ઉપયોગ કરીને સુખી થાવ. યુદ્ધમાં આને વ્યૂહાત્મક પીછેહઠ કહે છે! 💐💐💐💐💐💐💐💐💐💐💐 Source : whatsapp

Radio Jockey India | Indian Actor | Event Host | Columnist | Lecturer | Creative Director of Innovative Ideas

Let's Connect

sm2p0